અલ્પેશ ઠાકોર બનશે મંત્રી? રૂપાણી સરકારનું કરાશે વિસ્તરણ

  • અલ્પેશ ઠાકોર બનશે મંત્રી? રૂપાણી સરકારનું કરાશે વિસ્તરણ

ગાંધીનગર: વિજય રૂપાણી સરકારનું તાજેતરમાં વિસ્તરણ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે ત્યારે આગામી ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુ ચહેરાને મંત્રી પદની લોટરી લાગી શકે છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસારા આગામી સમયમાં રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ છે.  કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી આયાત થતા નેતાઓને મંત્રી પદ આપવામાં આવતું હોવાની રાવને લીધે પાર્ટીમાં અસંતોષ ન ઉઠે એ માટે સરકારનું વિસ્તરણ કરવાનો તખતો ઘડાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ટૂંક સમયમાં વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરાશે અને અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુને મંત્રી પદ મળી શકે છે. વિસ્તરણ કરાતાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.