શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો, PM ઘરે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી

  • શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો, PM ઘરે પહોંચી શ્રદ્ધાંજલી અર્પી

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ 81 વર્ષના હતા. શીલા દીક્ષિત દિલ્હીમાંસૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. દીક્ષિતે 1998 થી 2013 સુધી દિલ્હીમા મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. શીલા દીક્ષિતનો પાર્થિવ દેહ તેમના ઘરે લાવવામાં આવ્યો છે. પરિવારનાં સભ્યોની સાથે સાથે કોંગ્રેસ નેતાઓ પણ સતત આવી રહ્યા છે. ભાજપ સહિત બીજી પાર્ટીનાં નેતા અને ગણમાન્ય વ્યક્તિ વ્યક્તિ તેમના અંતિમ દર્શ માટે પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલી આપવા માટે તેમના ઘરે પહોંચ્યા.