અમરેલીમા દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: 1 શખ્સ ફરાર

  • અમરેલીમા દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા: 1 શખ્સ ફરાર

અમરેલી તા.21
અમરેલીના બ્રાહ્મણ સોસાયટીમાં એક અલ્ટો કારમાંથી એસ.ઓ.જી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અલ્ટો કારમાંથી બે શખ્સોને દબોચી લેવાયા હતા જયારે એક ફરાર થઇ ગયેલ હતો પોલીસે કાર તેમજ દારૂ અને મોબાઈલ મળી 2.65 લાખનો મુદામાલ કબ્જે લીધેલ હતો આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા બ્રાહ્મણં સોસાયટીમાં સ્વામિનારાયણ નગરમાં શેરી નંબર 1 માં એક અલ્ટો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો લઇ વેચાણ કરવા જય રહેલ છે તેવી બાતમીના આધારે રેડ પાડતા બાતમી મુજબની કાર દેખાતા તેમાંથી પોલીસે ચેક કરીવિદેશી દારૂની બોટલ નંગ-350 કિંમત રૂપિયા 105000 ની ઝડપી પાડેલ હતી જયારે કારમાં બેસેલ ઇન્દ્ર ઉર્ફે રામકુભાઇ વલ્કુભાઈ વાળાઉવ-20 તેમજ સુરજ દિનેશ ઉર્ફે દિલુભાઈવાળા ઉવ-27 રહે બહારપરા વસાણી ઓઇલમીલ પાસે બંનેની ધરપકડ કરી હતી જયારે ભયકુ ધાખડા નામનો શખ્સ ફરાર થઇ ગયેલ હતો પોલીસે દારૂ તેમજ 2 નંગ મોબાઈલ અને અલ્ટો કાર મળી 2.65 લાખ મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.