રાજકોટમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા

  • રાજકોટમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા

રાજકોટમાં ધોધમાર વરસાદ, 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઠેર ઠેર રસ્તા પાર પાણી ભરાયા રાજકોટમાં પણ ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. ત્યારે શહેરમાં આવેલું લક્ષ્મીનગર ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં વૃક્ષ ધારાશાયી થવાની ઘટના પણ બની છે. કાર અને બાઇક પર વૃક્ષ ધારાશાયી થતાં બાઇકને ભારે નુકસાન થયું છે. જ્યારે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. રાજકોટમાં જિલ્લામાં 8 વાગ્યા સુધીનો ક્યાં કેટલો વરસાદ વરસાદ ઉપલેટા 15 mm
કોટડાસાંગાણી 76 mm
ગોંડલ 36 mm
જેતપુર 27 mm
જસદણ 32 mm
જામકંડોરણાં 3 mm
ધોરાજી 35 mm
પડધરી 38 mm
રાજકોટ શહેર 56 mm
લોધિકા 6 mm
વીંછીયા 6 mm