વિન્ડીઝ ટુર માટે ટીમ ઈન્ડિયા જાહેરાત, કોહલી કેપ્ટન, જાડેજાને ત્રણેય ફોર્મેટમાં સ્થાન

  • વિન્ડીઝ ટુર માટે ટીમ ઈન્ડિયા જાહેરાત, કોહલી કેપ્ટન, જાડેજાને ત્રણેય ફોર્મેટમાં સ્થાન

વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની રવિવારે જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ બાદ આ ટીમનો પ્રથમ પ્રવાસ છે. વિરાટ કોહલીને કેપ્ટન અને રોહિત શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમઃ મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, આર અશ્વિન, આર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મો.શમી, જસપીત બુમરાહ, ઉમેશ યાદવ. વનડે ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, કેદાર જાધવ, મો.શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૌની. ટી-20 ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેઅલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવીંન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની. ઈન્ડિયા એની ટીમ હાલ વિન્ડિઝના પ્રવાસે છે. અહીં વનડે સીરીઝમાં ગિલે 3 ઈનિંગમાં 50ની સરેરાશથી 149 રન બનાવ્યા. તેમાં અડધી સદી સામેલ છે. મનીષ પાંડેએ 4 ઈનિંગમાં 39ની સરેરાશથી 155 રન બનાવ્યા. એક સદી પણ ફટકારી છે. અય્યરે 3 ઈનિંગમાં 126 રન બનાવ્યા છે, 1 અડધીસદી બનાવી. વિજય શંકર, દિનેશ કાર્તિક, કેદાર જાધવ પર પણ નજર રહેશે.   છેલ્લા 18 મહીનાની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધુ 6 જોડિયોને દેશની બહાર તક આપી છે. જોકે તે એક પણ ઈનિંગમાં સદી કરી શકયા નથી. આ કારણે ટીમ સૌથી વધુ 7 મેેચ પણ હારી છે. એવામાં સિલેક્ટર્સ કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. આંધ્ર પ્રદેશના વિકેટકીપર બેટ્સમેન શ્રીકર ભારતે છેલ્લા એક વર્ષમાં ઈન્ડિયા એ અને ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે જુલાઈ 2018થી અત્યાર સુધીમાં ઈન્ડિયા એ તરફથી 14 ઈનિંગમાં 56ની સરેરાશથી 686 રન બનાવ્યા છે. ત્રણ સદી પણ લગાવી છે. જયારે ફર્સ્ટ કલાસની 21 ઈનિંગમાં 44ની સરેરાશથી 829 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી પણ સામેલ છે.   પ્રથમ મેચઃ 3 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવાર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમના ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે.
બીજી મેચઃ 4 ઓગસ્ટે આ જ મેદાનમાં રમાશે.
ત્રીજી મેચઃ 6 ઓગસ્ટે પ્રોવિડેન્સ સ્ટેડિયમ ગુયાના(વેસ્ટ ઈન્ડિઝ)માં રમાશે. વનડે સીરીઝ પ્રથમ મેચઃ 8 ઓગસ્ટે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.
બીજી મેચઃ 11 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેન(ત્રિનિદાદ)ના ક્વીંસ પાર્ક ઓવેલમાં રમાશે.
બીજી મેચઃ 11 ઓગસ્ટે પોર્ટ ઓફ સ્પેન(ત્રિનિદાદ) ક્વીંસ પાર્ક ઓવલમાં રમાશે.   પહેલી ટેસ્ટઃ 22થી 26 ઓગ્સટની વચ્ચે એન્ટીગુઆના સર વિવિયન રિચડર્સ સ્ટેડિયમમાં રમાશે.
બીજી ટેસ્ટઃ 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કિંગ્સટન જમૈકાના સબીના પાર્કમાં રમાશે