અમદાવાદ એસજીવીપી ખાતે ગુરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી થઈ

  • અમદાવાદ એસજીવીપી ખાતે ગુરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી થઈ

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ગાયક હસમુખ પાટડિયા વગેરે સંગીત કલાકારોએગુરુ મહિમાનાં કિર્તનોનુંં ગાન કર્યુ હતું. અને ગુરુકુળ અમદાવાદના વિદ્યાર્થીઓએ ગુરુ વંદનાનું નૃત્ય કર્યુ હતું.
ત્યારબાદ મુંબઇથી નવિનભાઇ દવે, મધુભાઇ દોંગા, લંડનથી રવજીભાઇ, તેમજ અમદાવાદ રાજકોટ, મુંબઇ, સુરત, ભૂજ વગેરે શહેરોમાંથી આવેલ હરિભકતોએ તેમજ ગુુરુકુલના તમામ સંતો તથા પાઠશાળામાં અભ્યાસ કરતા સંતોએ પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીને 241 ફુટનો વનમાળીહાર પહેરાવી ગુરુ પૂજન કર્યુ હતું.
સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુ રામાનંદ સ્વામીથી માંડીને ગુણાતીત પરંપરાના પુરાણી ગોપીનાથજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જોગી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોને સંભારી ભાવ પૂજન કર્યુ હતું.
પ્રાસંગિક પ્રવચન કરતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુ તો ભગવાન છે. ખરેખર તો ગુરુપૂર્ણિમાં એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ શાસ્ત્રોની રચના, વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. સ્વામીજીએ જણાવેલ કે, ભારત દેશ મહાન છે. ઋષિમુનિઓનો દેશ છે. ભારતે કોઇ દેશ ઉપર આક્રમણ કરેલ નથી. જે આવ્યા તેને પોતાનામાં સમાવી દીધા છે. તે વેદ વ્યાસ ભગવાનની ધારાઓને વહન કરનારા ઋષિમુનિઓના દ્રષ્ટિકોણને ફાળે જાય છે. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વા્મી એ જણાવ્યું હતું કે આપણાં મહદ ભાગ્ય છે કે ભગવાનને ઓળખાવે એવા સંત મળ્યા છે. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એ જે કેડી કંડારી તેના માર્ગે ચાલીને શા.માધવપ્રિયદાસજી સ્વામી અવિરત સમાજની સેવા કરી રહેલ છે. આ પ્રસંગે પુરાણી ભક્તિપ્રકાશદાજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.