મેઘાનો અષાઢી રંગ, સૌરાષ્ટ્રમાં ઝાંપટાથી 3 ઈંચ, કયાં કેટલો વરસાદ ?

  • મેઘાનો અષાઢી રંગ, સૌરાષ્ટ્રમાં ઝાંપટાથી 3 ઈંચ, કયાં કેટલો વરસાદ ?
  • મેઘાનો અષાઢી રંગ, સૌરાષ્ટ્રમાં ઝાંપટાથી 3 ઈંચ, કયાં કેટલો વરસાદ ?

રાજકોટ તા.21
વરસાદના ઘોરી માસ ગણાતા અષાઢ મહિનો અડધો વિતિ જવા છતા મેઘરાજા જાણે અદ્રષ્ય થઈ જતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો છવાયા હતા. દરમ્યાન ચોમાસુ સિસ્ટમ સક્રિય થઈ હોય તેમ છેલ્લા બે દિવસથી મેઘરાજાની હાજરીથી પુલકિત બની ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાંપટાથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે મુરઝાતી મોલાતને ટાંણે જ મેઘરાજાએ જીવનદાન આપી દીધુ છે.
સોરઠમાં ઝાંપટાથી 3 ઈંચ
જુનાગઢમાં લાંબા વિરામ બાદ આજે મેઘાએ ઝરમર વરસવાનું ચાલુ કર્યુ હતુ જો કે, માંડ 17 મી.મી. વરસ્યો હતો પરંતુ આ વરસાદના કારણે મનપાની ચુંટણીમાં ખુબ ઓછુ મતદાન થવા પામ્યુ હતુ જો કે,જુનાગઢની સાથે મેંદરડા, માળિયા, વંથલીમાં સવારથી ઝાપટા શરૂ રહેવા પામ્યા હતા 15 થી 20 મી.મી. જેવો વરસાદ નોંધાયો હતો જ્યારે ભેંસાણમાં બે ઈંચ અને વિસાવદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ થઈ જતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા અને વાવેલી મોલાતોમાં નવા પ્રાણ આવ્યા હતા.  વસાવદર, કોટડાસાંગાણી, લીલીયામાં ત્રણ ઈંચ, બગસરા, લાઠી, ટંકારા, ઉમરાળામાં અઢી ઈંચ, વલ્લભીપુર, ભેસાણ, સાવરકુંડલા, વડીયા, ધારીમાં બે ઈંચ વરસાદ અમરેલીમાં 1 થી 3 ઈંચ  અમરેલી સહીત જિલ્લા ભરમાં આજે રવિવારની સવારથીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડેલ હતો જેમાં લીલીયામાં બે કલાકમાં ધોધમાર 3 ઇંચ વરસાદપડેલ હતો,જયારે જિલ્લાના બગસરા અને લાઠીમાં અઢી ઇંચ જયારે                   કયાં કેટલો વરસાદ ?  વિસાવદર 3
કોટડાસાંગાણી 3
લીલીયા 3
બગસરા 2॥
લાઠી 2॥
ટંકારા 2॥
ઉમરાળા 2
વલ્લભીપુર 2
ભેસાણ 2
સાવરકુંડલા 2
વડીયા 2
ધારી 2
જેસર 1॥
ઘોઘા 1॥
જસદણ 1
પડધરી 1
ધોરાજી 1
ગોંડલ 1
ગઢડા 1
જેતપુર 1
ગારીયાધાર 1
પાલીતાણા 1
બાબરા 1
દામનગર 1
કાલાવડ 1