કર્ણાટકમાં આજે વિશ્ર્વાસનો મત: સસ્પેન્સ બરકરાર

  • કર્ણાટકમાં આજે વિશ્ર્વાસનો મત: સસ્પેન્સ બરકરાર

રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં ધારાસભ્યો સાવધ બન્યા: 15 અસંતુષ્ટ ધારાસભ્યોની ભૂમિકા પર
સૌની મિટ નવીદિલ્હી, તા.21
કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ સરકાર માટે સંકટ જાણે ઓછુ થવાનું નામ જ નથી લઈ રહ્યું. આવતી કાલે સોમવારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરવાનો છે ત્યારે જ ગઠબંધન સરકારમાં સહયોગી પાર્ટી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યએ મતદાનમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે.
બસપા ધારાસભ્ય એન મહેશે કહ્યું છે કે, હું વિધાનસભા સત્રમાં શામેલ નહીં થઈ શકુ. પાર્ટી હાઈકમાન્ડે વિશ્વાસમત સાબિત કરવાની પ્રક્રિયાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. માટે હું સોમવાર અને મંગળવારે સત્ર દરમિયાન હાજર રહી શકીશ નહીં. હું મારા મતદાન વિસ્તારમાં જ હાજર રહીશ.
છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકના રાજકારણમાં ભારે ચડાવ ઉતાર જોવા મળી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસ-જેડીએસ સરકારને આવતી કાલે બહુમત સાબિત કરવાનો છે. તેમની પાસે પુરતું સંખ્યાબળ ના હોવાના દાવા થઈ રહ્યાં છે. તો બીજીબાજુ ભારતીય જનતા પાર્ટી પણ રાજ્યમાં સત્તાના સિંહાસન પર બેસવા થનગની રહી છે. પરંતુ તેની પાસે પણ પુરતુ સંખ્યાબળ છે કે કેમ તેને લઈને પણ હજી સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
કોંગ્રેસ-જેડીએસને બસપાનું સમર્થન હતું, પરંતુ માયાવતીની જાહેરાત બાદ હવે કોંગ્રેસ માટે સ્થિતિ વધુ વિકટ બની છે.