અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનના ભાષણ વખતે થયો હંગામો

  • અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનના ભાષણ વખતે થયો હંગામો
    અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાનના ભાષણ વખતે થયો હંગામો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના પહેલા અધિકૃત અમેરિકા પ્રવાસે છે. પરંતુ આ પ્રવાસમાં તેમની મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ નથી લેતી. અમેરિકામાં પહેલા તો ઈમરાન  પહોંચ્યા તો તેમનું કોઈ સ્વાગત ન થયું જેના કારણે સોશિયલ મીડિયામાં ખુબ મજાક ઉડી અને હવે તેમના ભાષણ દરમિયાન હોબાળો મચ્યો. 
હકીકતમાં પોતાના અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઈમરાન ખાન વોશિંગ્ટન ડીસીમાં એક કમ્યુનિટી પ્રોગ્રામમાં ભાષણ આપી રહ્યાં હતાં, અચાનક ત્યારે જ ત્યાં હાજર કેટલાક બલુચ કાર્યકરોએ હંગામો મચાવવાનું શરૂ કરી દીધુ. આ સાથે જ તેમણે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી. આ સાથે જ મુત્તહિદા કાસમી મૂવમેન્ટ (MQM) અને અન્ય અલ્પસંખ્યક સમૂહોના પ્રદર્શનકારીઓએ ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસના વિરોધમાં વોશિંગ્ટન ડીસીમાં વિરોધ પ્રદર્શન કર્યું.