ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન

  • ચંદ્રયાન-2ના લોન્ચિંગને PM મોદીએ લાઈવ જોયું, ટ્વીટ કરીને કહ્યું-કઈ રીતે સૌથી અલગ છે મિશન

નવી દિલ્હી: ભારતે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે અંતરિક્ષની દુનિયામાં ઊંચી છલાંગ લગાવી છે. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી જીએસએલવી માર્ક તૃતીય પ્રક્ષેપણ યાનથી અંતરિક્ષ યાન ચંદ્રયાન-2ને લોન્ચ કરીને ભારતે દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ચંદ્રયાન 2ના સફળ લોન્ચિંગ પર સમગ્ર દેશને ગર્વ છે.