અમદાવાદ : અંજારથી આવેલા પાર્સલને કારણે શાહીબાગ પોસ્ટ ઓફિસમાં આગ લાગી

  • અમદાવાદ : અંજારથી આવેલા પાર્સલને કારણે શાહીબાગ પોસ્ટ ઓફિસમાં આગ લાગી

અમદાવાદના શાહીબાગ પોસ્ટ ઓફિસમાં અચાનક એક પાર્સલમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. આગને પગલે ફાયર વિભાગ પણ દોડતું થયું હતું. બન્યું એમ હતું કે, શાહીબાગ પોસ્ટ ઓફિસમાં અંજારથી એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ શિફ્ટ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે નીચે પડ્યું હતું. જેને કારણે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ પોસ્ટ ઓફિસમાં આગ લાગી હતી. આગને પગલે ફાયરબ્રિગેડની એક ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

જોકે, આ પાર્સલમાં શું છે અને આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. તેથી એફએસએલ, બોમ્બ સ્કવોડની ટીમ પણ પોસ્ટ ઓફિસમાં પહોંચી ગઈ હતી. શાહીબાગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એટલુ જાણવા મળ્યું છે કે, અંજારથી આવેલું આ પાર્સલ ઉત્તર પ્રદેશમાં મોકલવાનું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરની એર વ્યક્તિએ અંજારથી આ પાર્સલ ઉત્તર પ્રદેશ મોકલ્યું હતું. પરંતુ યુપીમાં પાર્સલનો સ્વીકાર ન થતા અહીંયા પરત આવ્યું હતું. આ પાર્સલમાં પ્રાણીઓ ભગાડવાની એરગન ફોડવામાં વપરાતો પદાર્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ અને FSLની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.