અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’

  • અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’

અમદાવાદ: માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે. 

નાના ચિલોડા પાસે આવેલ શ્યામશરણ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ઉદાસીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવ્યાની ફરિયાદ કરી છે. સંદીપભાઈ સૈજપુર બંગલા પાસે ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. સોમવારે સાંજે સંદીપભાઈના પરિચિત રવિભાઈએ દુકાન પર આવીને કહ્યું હતું કે, સૈજપુર વિસ્તારના સિંધી કોલોની સામેના મોદી કમ્પાઉન્ડના ખુલ્લા પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાંના ઉકરડામાં એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત બાળકીનો રડવાનો સાંભળ્યો હતો.