ધૂંધવાયું પાકિસ્તાનઃ ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપીને પોતાના જ પગ પર મારી કુહાડી

  • ધૂંધવાયું પાકિસ્તાનઃ ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપીને પોતાના જ પગ પર મારી કુહાડી

ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35A નાબૂદ થયા પછી પાકિસ્તાનને પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો છે. મંગળવારે પાકિસ્તાને સંસદનું સંયુક્ત બેઠક બોલાવ્યા પછી હવે બુધવારે ભારત સાથેના દ્વીપક્ષીયો સંબંધો કાપી નાખવા, ભારતના હાઈ કમિશનરને પાછા મોકલી દેવા, દ્વીપક્ષીય વેપાર સમાપ્ત કરવા સહિતના અનેક નિર્ણયોની જાહેરાત કરી છે. મોદી સરકારના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાને ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને કાળો દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાને જણાવ્યું છે કે, ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપી નાખવાના પગલા સ્વરૂપે તે પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાને પાછા મોકલશે. સાથે જ ભારતમાં નવા નિમાયેલા પાકિસ્તાનના હાઈ કમિશનર હવે ભારત નહીં આવે. પાકિસ્તાનના આ નિર્ણયનો અર્થ એવો થાય છે કે, બંને દેશ પોત-પોતાના રાજદૂતાલયના સ્ટાફને પાછો બોલાવી લેશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધો 1965 અને 1971માં રદ્દ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1999 અને 2002માં દ્વીપક્ષીય સંબંધોને કેટલાક સ્તરે ઓછા કરવાનો નિર્ણય લેવાયો હતો.