જમ્મુ-કાશ્મીરઃ બકરા ઈદ અને જૂમ્માની નમાઝ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યા આ આદેશ

  • જમ્મુ-કાશ્મીરઃ બકરા ઈદ અને જૂમ્માની નમાઝ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યા આ આદેશ
    જમ્મુ-કાશ્મીરઃ બકરા ઈદ અને જૂમ્માની નમાઝ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે આપ્યા આ આદેશ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થઈ ગયા પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જૂમ્માની નમાઝ અને આવતા અઠવાડિયે આવી રહેલી બકરા ઈદની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓએ રાજ્યપાલને જણાવ્યું કે, ઈદના તહેવારને અનુલક્ષીને કુરબાનીના જાનવર ખરીદવા માટે ઘાટીમાં વિવિધ જગ્યાએ બજાર ઊભા કરવામાં આવે. આ ઉપરાંત કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને ખાણી-પીણીનાં સ્થાનોને પણ આ પ્રસંગે ખોલવાનું સુચન કરાયું છે. 

રાજ્યપાલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં અભ્યાસ કરી રહ્યા છે અને ઈદના પ્રસંગે પોતાના ઘરે આવવા માગે છે, તેમની મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે આવી શકે એમ નથી, તેમના માટે આ તહેવારની ઉજવણીના આયોજન માટે રૂ.1-1 લાખની રકમ જવાબદાર અધિકારીઓને આપવામાં આવશે.