વડોદરા : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કેશડોલ ન ચૂકવાતા વિરોધમાં લોકોએ મુખ્યમંત્રીનું પૂતળુ બાળ્યું

  • વડોદરા : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કેશડોલ ન ચૂકવાતા વિરોધમાં લોકોએ મુખ્યમંત્રીનું પૂતળુ બાળ્યું

વડોદરા :વડોદરામાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને કેશડોલ આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરના પાણી ઓસર્યા બાદ પણ હજી કેશડોલ ન મળતા સમા વિસ્તારના રહીશોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો, તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું દહન કર્યુ હતું.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પરંતુ હજી પણ લોકો મુસીબતોમાંથી બહાર આવ્યા નથી. ચારેતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ છે, લોકો હજી પણ પાણીમાં પલળી ગયેલી ઘરવખરીને સૂકવવા મથી રહ્યાં છે. સાફસફાઈ ચાલી રહી છે. લોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પીડિતો માટે ગુજરાત સરકારે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી પણ આ સહાય લોકો સુધી પહોંચી નથી. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોને કેશડોલ મળી નથી. પૂરમાં સૌથી વધુ પ્રભાવિત એવા સમા વિસ્તારના 3000 લોકોને હજી સુધી કેશડોલ ચૂકવાઈ નથી.