સુરત : ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના પુત્રએ વેપારીને કહ્યું, ‘ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જુવો, પછી ખબર પડશે..’

  • સુરત : ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયાના પુત્રએ વેપારીને કહ્યું, ‘ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જુવો, પછી ખબર પડશે..’

સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાના પુત્ર શરદ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારને ધમકી આપી ગાળો આપી હતી. કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનારે ધમકી આપતું રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત 2 ઓગસ્ટના રોજ ફેસબુક પર એક સરકારી શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં શાળાની સમસ્યાનો નિકાલ થાય તે અંગે ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કરી ન હતી. આ દરમિયાન 3 ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચીત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો.