વડોદરા : ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં 3 મગર પહોંચ્યા

  • વડોદરા : ગણપતિ વિસર્જન માટે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં 3 મગર પહોંચ્યા

વડોદરા :ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરવા માંડયા છે. પરંતુ પાણી ઓસરતા જ બીજી સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. નદીમાં રહેતા જળચર પાણીઓ પાણીના વહેણમાં બહાર આવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીમાંથી મગર, વિશાળ કાચબા બહાર આવી રહ્યાં છે. પ્રાણીઓના રેસ્ક્યુ માટે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી રોજના 15 જેટલા કોલ આવે છે. ત્યારે નવલખીમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં એકસાથે ત્રણ મગર નીકળ્યા છે. 

 

પૂરના પાણી ઓસર્યા બાદ મગરો નીકળવાનો સિલસીલો યથાવત છે. રોજેરોજ અલગ અલગ વિસ્તારોમાંથી નીકળતા મગરોનું રેસ્ક્યૂ કરવામા આવે છે ત્યારે નવલખીમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં મગરો નીકળ્યા હતા. કૃત્રિમ તળાવમાંથી એકસાથે ત્રણ મગર નીકળતા લોકો ચોંકી ગયા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચીને ત્રણેય મગરોનુ રેસ્ક્યુ કર્યું હતું. ઉલ્લેલનીખ છે કે, વડોદરામાં ધાર્મિક કાર્યક્રમોમાં ભગવાનની મૂર્તિઓના વિસર્જન માટે તંત્ર દ્વારા આ કૃત્રિમ તળાવ બનાવાવમાં આવ્યું હતું. જેમાં દશામાની મૂર્તિ અને ગણપતિની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવે છે.