ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં 11 દરવાજા ખોલાયા, સુરત માટે જોખમ

  • ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થતાં 11 દરવાજા ખોલાયા, સુરત માટે જોખમ

સુરતઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાવ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડેમની સપાટી 330.12 ફૂટ પર પહોંચી જતાં તંત્ર દ્વારા ડેમના 11 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જેના કારણે સુરતના માથે પુરનું જોખમ તોળાઈ રહ્યું છે. 

હાલ ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં અત્યારે 6,11,493 ક્યુસેક પાણીની આવક, જેની સામે 71,174 ક્યુસેક પાણીનો આઉટફ્લો છે. તંત્ર દ્વારા હાલ ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 10 દરવાજા 3 ફૂટ અને 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે હથનુર ડેમમાં પાણી વધતાં તેના દરવાજા ખોલવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. 

હથનુર ડેમની સપાટી 211.240 મીટર પર પહોંચી છે અને હાલ ડેમમાંથી 2,52,838 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં લોકો માટે સારા સમાચાર છે.