પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ, AIIMSમાં દાખલ કરાયા

  • પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ, AIIMSમાં દાખલ કરાયા
    પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત ખરાબ, AIIMSમાં દાખલ કરાયા

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા અરૂણ જેટલીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે અરૂણ જેટલીને ચેકઅપ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીની સારવાર એન્ડોક્રિનોલોજિસ્ટ નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની દેખરેખમાં ચાલી રહી છે. કાર્ડિયોલોજીનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર વીકે બહલની દેખરેખમાં અરૂણ જેટલીની સારવાર ચાલી રહી છે. જેટલીની સ્થિતી જાણવા માટે સ્વાસ્થયમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે. મળતી માહિતી અનુસાર અરૂણ જેટલીની સ્થિતી સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ પણ AIIMSપહોંચી ચુક્યા છે. છેલ્લા ઘણા સમયથી અરૂણ જેટલી અસ્વસ્થય છે અને આ જ કારણે બીજી વખત મોદી સરકારની કેબિનેટમાં રહેવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. અરૂણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને મંત્રીમંડળમાં સમાવિષ્ય નહી થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અરૂણ જેટલીએ ટ્વીટર પર પત્ર શેર કરતા લખ્યું કે, છેલ્લા 18 મહિનાથી હું બિમાર છું. મારી તબિયત ખરાબ છે, એટલા માટે મારો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવામાં આવવો જોઇએ.  

અરૂણ જેટલીએ લખ્યું કે, તમારી (વડાપ્રધાન મોદી) આગેવાનીમાં 5 વર્ષ સુધી કામ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. આ પહેલા પણ એનડીએ સરકારમાં મને જવાબદારીઓ સોંપવામાં આવી. સરકાર ઉપરાંત સંગઠન અને વિપક્ષનાં નેતા તરીકે મને મહત્વની જવાબદારીઓથી નવાઝવામાં આવ્યો. હવે મારે કંઇ જ નથી જોઇતું. ખરાબ તબિયતનો હવાલો ટાંકતા અરૂણ જેટલીએ લખ્યું કે, હું તમને ઔપચારિક રીતે અપીલ કરવા માટે લખી રહ્યો છું કે મારે તેમની સારવાર અને સ્વાસ્થય માટે યોગ્ય સમય જોઇએ અને એટલા માટે હું નવી સરકારમાં કોઇ પણ જવાબદારીનો હિસ્સો બનવા નથી માંગતો.ત્યાર બાદ નિશ્ચિત રીતે મારી પાસે ઘણો સમય હશે, જેા કારણે હું અનૌપચારિક રીતે સરકાર અથવા પાર્ટીમાં કોઇ પણ સહયોગ કરી શકુ છું.