રાજ્યમાં વધુ બે દિવસ ડીપ ડીપ્રેશનની અસર રહેશે, 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ વરસાદ, સૌથી વધુ મહુધામાં 12 ઈંચ વરસાદ

  •  રાજ્યમાં વધુ બે દિવસ ડીપ ડીપ્રેશનની અસર રહેશે, 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ વરસાદ, સૌથી વધુ મહુધામાં 12 ઈંચ વરસાદ
    રાજ્યમાં વધુ બે દિવસ ડીપ ડીપ્રેશનની અસર રહેશે, 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ વરસાદ, સૌથી વધુ મહુધામાં 12 ઈંચ વરસાદ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ આજે સવારે 6.૦૦ વાગ્યાથી સાંજે 6.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 93 તાલુકાઓમાં 2થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ખેડા જિલ્લાના મહુધામાં 12 અને ગળતેશ્વરમાં 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી યાથવત છે. ડીપ ડીપ્રેશનની અસર વધુ બે દિવસ રહેશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી શક્યતા છે. જ્યારે નર્મદાના ડેડિયાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 7 ઈંચ જ્યારે પાટણના સરસ્વતીમાં 5.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે. 27 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ જ્યારે કઠલાલ, હારીજ, નડીયાદ, ધંધુકા, ગોધરા, જેતપુરપાવી, ઠાસરા,ઉમરેઠ, સરસ્વતી, વઢવાણ, આણંદ, ડેસર, જાંબુઘોડા, હાલોલ, ઉમરપાડા, કરજણ, આમોદ, ઘોઘંબા, પેટલાદ, હળવદ, સમી, બોટાદ, ચુડા, માંગરોળ, ધનસુરા, બરવાળા અને પાટણ એમ કુલ-27 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કુલ 23 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ તેમજ સાવલી, બોરસદ, બોડેલી, ડભોઇ, મૂળી, સોજીત્રા, ખંભાત, સુબિર, તારાપુર, મહેમદાવાદ, ગઢડા, તિલકવાડા, માતર, નાંદોદ, રાણપુર, થાનગઢ, કપડવંજ, વડોદરા, ગરૂડેશ્વર, દસાડા, વાગરા, લખતર અને વસો એમ કુલ 23 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 37 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ અને 48 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ જ્યારે 42 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 16 ગામોને વિજળીની અસર
દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન દ્વારા સતત મોનિટરિંગ
આજે સવાર સુધીમાં 211 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં 75.99 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.