સોનિયા ગાંધી બની કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ

  • સોનિયા ગાંધી બની કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ
    સોનિયા ગાંધી બની કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ

રાહુલ ગાંધીના રાજીનામા બાદથી કોંગ્રેસના અધ્યક્ષનું લાંબા સમયથી ખાલી પડ્યું હતું. આથી પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સોનિયા ગાંધીની અંતરિમ પ્રેસિડન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે પત્રકાર પરિષદ યોજી વધુ જાણકારી આપવામાં આવશે. પ્રેસિડન્ટની પસંદગી માટે મળેલી કોંગ્રેસની CWCની બેઠકમાં યુપીએ ચેયરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને સામેલ કરવામાં આવ્યા ન હતા, બેઠકમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, એ કે એન્ટોની અને જ્યોતિરાદિત્ય સિંધિયા જોડાયા છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ અને રાહુલ નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયાનો ભાગ નથી. તેમનું નામ ભૂલથી સામેલ કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં નવા અધ્યક્ષનું નામ ફાઇનલ કરવા માટે કોંગ્રેસ નેતાઓની પાંચ ટીમ બનાવવામાં આવી છે. તો નવા અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના યુવા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકનું નામ સૌથી આગળ છે. મુકુલ વાસનિય એનએસયુઆઇ, યુથ કોંગ્રેસ અને સંગઠનમાં રહ્યાં છે. તેઓ યુપીએ સરકારમાં મંત્રી અને અંદાજે 17 વર્ષ સુધી પાર્ટીના મહાસચિવ પદ પર પણ રહી ચૂક્યા છે. તેઓએ ગાંધી પરિવારના નજીકના ગણવામાં આવે છે.