સરદાર સરોવર ડેમનો પ્રવાસ કરનારા લોકો માટે ખુશ ખબરી, પ્રવાસીઓની સંખ્યમાં થશે વધારો

  • સરદાર સરોવર ડેમનો પ્રવાસ કરનારા લોકો માટે ખુશ ખબરી, પ્રવાસીઓની સંખ્યમાં થશે વધારો

નર્મદા: ચોમાસામાં નર્મદા ડેમ જોવાની ઇચ્છાઓ ધરાવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે લોકો સ્ટેચ્યું ઓફ યુનિટી જોઇ ચૂક્યા હોય અને હવે માત્ર નર્મદા નદી પર તૈયાર થયેલા સરદાર સરોવર ડેમને જોવા માંગતા હોય તેવા લોકો માટે રાહતના સમચાર આવ્યા છે. હવે માત્ર 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાથી યુનિટી બસ સેવા દ્વારા ડેમ સુધી જઇ શકશે. 

ગુજરાતમાં મેધ રાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ચારેબાજુ હરિયાળી છવાઈ ગઈ છે. આવા સમયે પ્રવાસીઓનો ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ તરફ જોવા મળી રહ્યો છે. આવા સમયે નર્મદા ડેમ જોવા માંગતા પ્રવાસીઓમાં મોટી માત્રા ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાંથી પ્રવાસીઓ નર્મદા જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે.