પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો

  • પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો
    પાક. બાદ હવે આ દળ કલમ 370 મુદ્દે ધુંધવાયું, ભારત પર કરી શકે છે હુમલો

નવી દિલ્હી : ઇસ્લામીક સ્ટેટ અને આઇએસઆઇ સમર્થિત આતંકવાદી જુથ ભારતમાં તબાહી મચાવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આ અંગે ભારતીય ગુપ્તચર એજન્સીએ થોડા સમય પહેલા જ આ તમામ અતિસંવેદનશીલ ગુપ્ત માહિતીમાં સરકારને અવગત કરાવી દેવામાં આવ્યા છે, જેથી વિધ્વંસકારી શક્તિઓને સમય રહેતા પહેલા કાબુ કરવામાં આવી શકે. 9 ઓગષ્ટે ઇન્ટેલિજન્સ બ્યૂરો મુખ્યમથક દ્વારા ગુપ્ત અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા સમર્થિક જેહાદી આતંકવાદી જુથ જમ્મુ અને કાશ્મીર અને તેની બહાર  મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકે છે. ગુપ્તચર એજન્સીઓ એ વાતનો પણ ઇન્કાર નથી કરી રહ્યા કે પાકિસ્તાન ગુપ્તચર એજન્સી અને ઇસ્લામીક સ્ટેટ સમર્થિત આ આતંકવાદી જુથ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હવાઇ મથકો (ટ્રાંસપોર્ટ નેટવર્ક) સહિત અન્ય કેટલાક મહત્વપુર્ણ સ્થળોને પણ નિશાન બનાવવાની ફિરાકમાં છે.