કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ

  • કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ
    કાશ્મીર અંગે પાક.નો નવો પેંતરો, ઇદની ઉજવણી સાદાઇથી કરવા ભલામણ

ઇસ્લામાબાદ : પાકિસ્તાને બકરી ઇદ પ્રસંગે કાશ્મીરીઓનો હવાલો ટાંકતા મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણે મીડિયા સંસ્થાનોને જણાવ્યું કે, તેઓ ઇદ ઉલ અઝહા પર પહેલાથી રેકોર્ડ માટે કરાયેલા કાર્યક્રમો અથવા વિશેષ કાર્યક્રમોને લાઇવ પ્રસારિત ન કરે, કારણ કે તેના કારણે ન માત્ર આપણા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાને પણ નુકસાન પહોંચી શકે છે. મીડિયાને આ માહિતી આપી. 


નિયામક પ્રાધિકરણે શનિવારે ઇશ્યું એક અધિસુચનામાં કહ્યું કે, કાશ્મીરની સાથે પોતાની સાંત્વના જોડવા માટે લોકોને એક થવા માટે તથા ઇદ ઉલ અઝહાને ધાર્મિક પર્વ તરીકે સાદગી સાથે મનાવવામાં આવી રહ્યું છે. એટલા માટે અપીલ કરવામાં આવે છે કે કોઇ વિશેષ કાર્યક્રમ (પહેલાથી રેકોર્ડ અથવા આયોજીત લાઇવ) ન થાય. ઇદની ઉજવણી તરીકે પ્રસારિત થવાનાં કારણે તેનાથી ન માત્ર અમારા રાષ્ટ્ર, પરંતુ કાશ્મીરી ભાઇઓની ભાવનાઓને પણ નુકસાન પહોંચી શકે છે.