ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે

  • ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે
    ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે

ગાંધીનગર :ઉન્નાવ રેપ પીડિતાની સાથે રાયબરેલીમાં થયેલ અકસ્માત મામલે સીબીઆઈની ટીમ આરોપી ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને લઈને ગાંધીનગર પહોંચી ગઈ છે. જ્યાં બંનેના નાર્કોટ ટેસ્ટ કરવામાં આવનાર છે. આ માટે સીબીઆઈએ કેટલાક સવાલોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પહેલી સીબીઆઈ કોર્ટમાં અપીલ દાખલ કરતા તપાસ એજન્સીના ડેપ્યુટી એસપી રામસિંહે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ માટે ટ્રક ચાલક આશીષ પાલ અને ક્લીનર મોહન શ્રીવાસે પરમિશન આપી હતી. 

 

આજે ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં બન્ને આરોપીઓના નાર્કો ટેસ્ટ ફિંગર પ્રિન્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાશે. મેડિકલ અને સાયકોલોજિ ટેસ્ટ થયા બાદ આરોપીઓની સંમતિ બાદ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. એફએસએલના અધિકારીઓ દ્વારા બંન્ને આરોપીઓની ડિટેઇલ ઉપરાંત ચાર્જશીટનો અભ્યાસ કર્યા બાદ આ ટેસ્ટ કરાશે. આ તમામ ટેસ્ટ કરવા માટે આજે એફએસએલ ખાતે સીબીઆઈ આરોપીઓને લઈ પહોંચી છે. હાલ બંને સીબીઆઈની કસ્ટડીમાં છે.