Trending: ગૂગલ સર્ચ પર ફરી ટોપ પર રહી સની લિયોની, આ સેલિબ્રિટીને છોડ્યા પાછળ

  • Trending: ગૂગલ સર્ચ પર ફરી ટોપ પર રહી સની લિયોની, આ સેલિબ્રિટીને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ બોલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ અભિનેત્રી સની લિયોનીને પોતાની જૂની છબીમાથી બહાર નિકળવામાં મદદ મળી છે. પોતાની એક્ટિંગ અને ડાન્સના ટેલેન્ટથી સની લિયોનીને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. સની કોઈપણ શંકા વિના સોશિયલ મીડિયાથી લઈને ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાતી સેલિબ્રિટી છે. આ વર્ષે પણ ભારતમાં ગૂગલ સર્વમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડતા સની ટોપ સ્થાન પર છે.  ગૂગલ ટ્રેંડ્સ એનાલિટિક્સ અનુસાર, સની સાથે જોડાયેલી શોધ તેના વીડિયોના સંબંધમાં છે, આ સિવાય તેની બાયોપિક સિરીઝ 'કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સનિ લિયોની'ને પણ લોકોએ સર્ચ કરી છે. આ સિવાય સની સાથે જોડાયેલા વધુ સર્ચ ટ્રેંડ્સ જણાવે છે કે તેને વધુ પૂર્વોત્તર રાજ્યો જેવા મણિપુર અને આસામમાં સર્ચ કરવામાં આવી છે.