જમ્મુ કાશ્મીર : કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને કબુલી હાર, કહ્યું- દુનિયાના કોઇ દેશે ના આપ્યો સાથ

  • જમ્મુ કાશ્મીર : કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને કબુલી હાર, કહ્યું- દુનિયાના કોઇ દેશે ના આપ્યો સાથ
    જમ્મુ કાશ્મીર : કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને કબુલી હાર, કહ્યું- દુનિયાના કોઇ દેશે ના આપ્યો સાથ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 ખતમ થયા બાદ ચીન, અમેરિકા સહિત વિશ્વના દેશોમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ પણ પાકિસ્તાનને કોઇના તરફથી સમર્થન મળ્યું નથી. ચીને તો પાકિસ્તાનને સલાહ આપી હતી કે આ મામલે ભારત સાથે કોઇ બખેડો ન કરે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓએ તો કાશ્મીર મુદ્દે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. ભારતની આ મોટી સફળતાનો સ્વીકાર કરતાં છેવટે પાકિસ્તાને આ મામલે હાર સ્વીકારી છે.  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આ વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યો સમક્ષ આ મુદ્દો ઉઠાવે છે તો એમને આ મામલે સમર્થન મળવું મુશ્કેલ છે. કુરેશીએ તો એટલે સુધી કહ્યું કે, મુસ્લિમ દેશો તરફથી પણ પાકિસ્તાનને આ મામલે સમર્થન મળતું નથી દેખાઇ રહ્યું.