હવે 180 Kmphની સ્પીડ પર દોડશે ટ્રેન, ભારતીય રેલવેએ તૈયાર કર્યું High Speed એન્જિન

  • હવે 180 Kmphની સ્પીડ પર દોડશે ટ્રેન, ભારતીય રેલવેએ તૈયાર કર્યું High Speed એન્જિન

વી દિલ્હી: ભારતીય રેલવેએ પશ્ચિમ બંગાળના ચિંત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (સીએલડબલ્યૂ)માં એક ઉચ્ચ ગતિ લોકોમોટિવ (રેલ એન્જિન)નું નિર્માણ કર્યું છે. જે 180 કિમી પ્રતિ કલાકથી વધારે ગતિએ દોડી શકે છે. રેલ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે આ જાણકારી આપી હતી.

 

પીયૂષ ગોયલે આ પણ ઉલ્લેક કર્યો કે, નાવા લોકોમોટિવનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત કરવામાં આવ્યું છે.ગોયલે તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જણાવ્યું કે, આ ટ્રેનને અત્યાર સુધીની સૌથી વધુ ગતિ આપશે. કેન્દ્રીય મંત્રીએ તેમના ટ્વિટની સાથે એક વીડિયો પણ શેર કર્યો, જે ગતિથી ટ્રેન એક સ્પીડોમીટરના માધ્યમથી ચાલી રહી છે.