મહેસાણા: વિજાપુરના 19 વર્ષીય યુવકે કર્યું 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ

  • મહેસાણા: વિજાપુરના 19 વર્ષીય યુવકે કર્યું 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ

મહેસાણા: જિલ્લાના વિજાપુરના 19 વર્ષીય યુવકે એક 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને 50 લાખની ખંડણીની માંગણી કરતા પોલીસ દોડતી થઇ હતી. મૂળ વિજાપુરના 19 વર્ષના યુવકે 12 વર્ષનો બાળક જ્યારે શાળાએ જઇ રહ્યો હતો તે સમય દરમિયાન  ફિલ્મી ઢબે બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

શાળાએ જઇ રહેલા 12 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કરીને એક યુવકે તેના પરિવાર પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. શાળાએ જઇ રહેલા વિદ્યાર્થીને ફિલ્મી ઢબે અપહરણ કરીને 19 વર્ષીય યુવકે પરિવારને ખંડણીનો ફોન કર્યો હતો. પરિવારે તમામ ઘટના પોલીસને જાણ કરી હતી.