સતત 5 દિવસના ઘટાડા બાદ જાણો તમારા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

  • સતત 5 દિવસના ઘટાડા બાદ જાણો તમારા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

નવી દિલ્હી: સતત પાંચ દિવસથી ભાવમાં ઘટાડા બાદ આજે મંગળવારના ડીઝલની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. પેટ્રોલની કિંમત છેલ્લા બે દિવસથી સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહી છે અથવા તો સ્થિર રહે છે. ઓગસ્ટમાં અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ હજી સુધી વધ્યા નથી. આ મહીનામાં અત્યાર સુધી પેટ્રોલ લગભગ 90 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ લગભગ 60 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. આશા કરવામાં આવી રહી છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ હજી પણ સસ્તા થશે.

 

ઇન્ડિયન ઓઇલની વેબસાઇ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.99 રૂપિયા, 74.69 રૂપિયા, 77.65 રૂપિયા અને 74.78 રૂપિયા પ્રતિ લિટર પર છે. જો કે, ચારે મહાનગરોમાં ડીઝલના ભાવમાં ઘટાડા સાથે ક્રમશ: 65.43 રૂપિયા, 67.81 રૂપિયા, 68.60 રૂપિયા અને 69.13 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.