સરકાર વિરોધી પ્રદર્શનના કારણે હોંગકોંગમાં બીજા દિવસે પણ હવાઈ સેવા ખોરવાયેલી રહી

  • સરકાર વિરોધી પ્રદર્શનના કારણે હોંગકોંગમાં બીજા દિવસે પણ હવાઈ સેવા ખોરવાયેલી રહી
    સરકાર વિરોધી પ્રદર્શનના કારણે હોંગકોંગમાં બીજા દિવસે પણ હવાઈ સેવા ખોરવાયેલી રહી

હોંગકોંગઃ હોંકકોંગમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારે રજૂ કરેલા પ્રત્યાર્પણ બિલના વિરોધમાં લોકો સડક પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 5 દિવસથી હવે પ્રદર્શનકારીઓએ એરપોર્ટને બાનમાં લીધું છે. દુનિયાના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈમથકમાંના એક હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં એરપોર્ટની લોન્જમાં આવીને બેસી ગયા છે, જેના કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે.