અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી, કે મુસ્લિમ પક્ષનો કબ્જો રહ્યો નથી'

  • અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી, કે મુસ્લિમ પક્ષનો કબ્જો રહ્યો નથી'
    અયોધ્યાઃ '1949થી વિવાદિત સ્થાને નમાઝ પઢાઈ નથી, કે મુસ્લિમ પક્ષનો કબ્જો રહ્યો નથી'

નવી દિલ્હીઃ અયોધ્યા બાબતે સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચે પાંચમા દિવસે પણ સુનાવણી કરી હતી. સૌથી પહેલા રામલલા વિરાજમાન તરફથી હાજર થયેલા વરિષ્ટ વકીલ પરાસરને પોતાની ચર્ચા પુરી કરતા જણાવ્યું કે, પૂર્ણ ન્યાય કરવો એ સુપ્રીમ કોર્ટના વિશેષાધિકારમાં આવે છે. ત્યાર પછી આ જ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથને ચર્ચા શરૂ કરી હતી. સી.એસ. વૈદ્યનાથને જણાવ્યું કે, 1949થી બાબરી મસ્જિદમાં નમાઝ પઢવામાં આવી નથી. અલાહાબાદ હાઈકોર્ટે પણ પોતાના ચૂકાદામાં આમ જ લખ્યું છે. 

તેમણે કહ્યું કે, "હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં ત્રણેય ન્યાયાધિશે આ વાત સ્વિકારી હતી, પરંતુ જસ્ટિસ એસ.યુ. ખાને થોડો અલગ દૃષ્ટિકોણ રાખ્યો હતો. જોકે, તેમણે પણ અહીં સંપૂર્ણ પણે મંદિરના હોવાનો ઈનકાર કર્યો ન હતો. 1949માં મૂર્તિ મુકાયા પહેલા પણ આ સ્થાન હિન્દુઓ માટે પૂજનીય હતું, હિન્દુઓ અહીં નિયમિત દર્શન કરવા આવતા હતા."

સી.એસ. વૈદ્યનાથે પોતાની દલીલના સમર્થનમાં જણાવ્યું કે, "કોઈ સ્થાનના પૂજનીય હોવા માટે માત્ર મૂર્તિની જરૂર હોતી નથી. આ બાબતે આપણે ગંગા નદી, ગોવર્ધન પર્વતનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. અયોધ્યા કેસમાં સાક્ષી રહેલા 72 વર્ષના હાશિમે પણ કહ્યું હતું કે, અયોધ્યા હિન્દુઓ માટે પવિ્તર છે, જેવી રીતે મુસ્લિમો માટે મક્કા છે."