સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ કરી શકાય નહીં: રામવિલાસ પાસવાન

  • સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ કરી શકાય નહીં: રામવિલાસ પાસવાન

નવી દિલ્હીઃ સર્વિસ ચાર્જના નામે ગ્રાહકો સાથે કરવામાં આવતી ઉઘાડી લૂંટ બાબતે સરકાર હવે કડક બની છે. ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, નવા ગ્રાહક સુરક્ષા બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે અને હવે તે કાયદો બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા બિલ (સુધારો-2019)માં CCPAની રચના કરવામાં આવી છે. જેના કારણે તમામ ગ્રાહક અદાલત અને ફોરમનું નામ બદલીને હવે ગ્રાહક પંચ (Consumer Commission) થઈ જશે. CCPAને સુઓ મોટો (Sio moto)નો અધિકાર પણ આપવામાં આવ્યો છે.  ખરીદ્યા વગર પણ ચીજવસ્તુઓ અંગે ફરિયાદ કરી શકાશે 
અગાઉ CCPAમાં આ જોગવાઈ ન હતી. હવે CCPA દ્વારા ગ્રાહકને એ સત્તા મળી છે કે તેણે કોઈ સામાન ખરીદ્યો ન હોય, તેમ છતાં તેના અંગે તે ફરિયાદ કરી શકે છે. ઈન્વેસ્ટર વિંગમાં CCPAના અધિકારી પણ હશે અને તેમની સાથે જ તમામ ક્ષેત્રના પ્રતિનિધિ હશે.  દરેક સમસ્યાનો ઉકેલ લાવશે CCPA
મોટાભાગના ગ્રાહકો પાસે માહિતીનો અભાવ હોય છે. તેઓ એ જાણતા હોતા નથી કે ફરિયાદ ક્યાં કરવી.  આ સમસ્યાને પણ CCPAની મદદથી દૂર કરી શકાશે. સાથે જ ન્યાયિક પ્રક્રિયાને પણ સરળ બનાવી શકાશે. હવે ગ્રાહકો ગમે ત્યાં ફરિયાદ કરી શકે છે. તેના માટે વકીલ રાખવાની પણ જરૂર નથી.    લાખો કેસ પડતર છે 
ગ્રાહક અદાલતમાં લાખો કેસ પડતર છે. જેમ કે, જિલ્લા કક્ષાએ 3 લાખ 50 હજાર કેસ પડતર છે, જેનું મોટું કારણ ખાલી પડેલા પદ છે. જે સભ્ય કે ચેરમેને છે, તેમને ખાલી સ્થાન ભરવાનો આગ્રહ કરાઈ રહ્યો છે. ગ્રાહક નિયમોનો હેતુ ગ્રાહકોને ન્યાય અપાવાનો છે, નહીં કે કોર્ટના ચક્કર કપાવાનો.