જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંવાદ માટે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવા કોંગ્રેસની માગ

  • જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સંવાદ માટે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવા કોંગ્રેસની માગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી કોંગ્રેસના નેતા આનંદ શર્માએ મંગળવારે કેન્દ્ર સરકાર સમક્ષ 3 માગણી કરી છે. આનંદ શર્માએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં લગાવાયેલો કરફ્યુ દૂર કરે, જેથી પ્રજાને હાલાકી ન પહોંચે. જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ કરાયેલા સિનિયર નેતાઓને છોડવામાં આવે અને રાજકીય સંવાદ માટે એક ઓલ પાર્ટી ડેલિગેશન જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવે. 

તેમણે જણાવ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશન ત્યાંની પ્રજા સાથે વાતચીત કરશે અને દુનિયાને જણાવશે, કાશ્મીરની સ્થિતિ અંગે જે કોઈ ભ્રમ ફેલાવાઈ રહ્યો છે તે ખોટો છે. આનંદ શર્માએ જણાવ્યું કે, સરકારે એક જૂથને ત્યાં જવાની મંજૂરી આપવી જોઈએ જેથી ત્યાંની વાસ્તવિક સ્થિતિ અંગે જાણી શકાય.