ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

  • ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે સીએસી 16 ઓગસ્ટે ઈન્ટરવ્યૂ કરશે. તેના માટે 6 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. હાલના કોચ રવિ શાસ્ત્રીનું નામ આ લિસ્ટમાં સામેલ છે. શાસ્ત્રી બીજીવાર આ પદે પસંદ થાય તેવી સંભાવનાઓ વધુ છે. પરંતુ તેનો દાવો કેમ મજબૂત છે તેની પાછળ ઘણા કારણ છે.  કેપ્ટન વિરાટ કોહલી મુખ્ય કોચના રૂપમાં રવિ શાસ્ત્રીને કેટલો પસંદ કરે છે આ વાત કોઈથી છુપાયેલી નથી. કોહલી ઘણીવાર આ વાત જાહેર પણ કરી ચુક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ રવાના થતાં પહેલા પણ કોહલીએ કહ્યું હતું કે, જો શાસ્ત્રી બીજીવાર કોચ બને તો તેને ઘણી ખુશી થશે. તેણે કહ્યું હતું કે, ટીમના ખેલાડીઓની રવિ શાસ્ત્રીની સાથે સારી ટ્યૂનિંગ છે અને તેનો ફાયદો ટીમને થાય છે.  સારા પરિણામ
પરંતુ ભારતીય ટીમ રવિ શાસ્ત્રીની હેઠળ સતત બે વિશ્વકપ જીતવામાં નિષ્ફળ રહી પરંતુ કુલ મળીને ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરતી આવી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ પણ બની છે. પરંતુ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં તેણે ટેસ્ટ સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો, પરંતુ તેના પ્રદર્શનના જુસ્સામાં કોઈ કમી આવી નથી.