રાજકોટમાં ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રૌઢે ફિનાઈલ ગટગટાવી લીધી

  • રાજકોટમાં ચાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રૌઢે ફિનાઈલ ગટગટાવી લીધી

રાજકોટ તા.13
રાજકોટમાં વ્યાજ વટાવના દુષણને ડામવા પોલીસ દ્વારા યોજાતા લોકદરબાર વચ્ચે પણ વ્યાજના વરૂઓ હાહાકાર મચાવી રહ્યા હોય તેમ વ્યાજના વીષચક્રમાં અનેકના ભોગ લેવાયા છે ત્યારે મોરબી રોડ ઉપર શ્રીનાથજી પાર્કમાં રહેતા પ્રૌઢે નવ જેટલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતા અને ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હિતેષભાઇ ચંદ્રકાંતભાઇ ખત્રી નામના 46 વર્ષના દરજી પ્રૌઢે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હિતેષભાઇ ખત્રીને ઝરી અસર થતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે
સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમીક પુછતાછમાં હિતેષભાઇ ખત્રીએ બે વર્ષ પૂર્વે મોરબી રોડ જકાતનાકા પાસે એન્જોય રેસ્ટોરન્ટ બનાવ્યું હતું. રેસ્ટોરન્ટ માટે નવ જેટલા વ્યાજખોર પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા.
જેમાં વિપુલસિંહ પાસેથી 3 લાખ 15 ટકાના વ્યાજે હરપાલસિંહ પાસેથી 10 ટકાના વ્યાજે હીરેન મોચી પાસેથી 76 હજાર, સંજય બસીયા પાસેથી 2.30 લાખ, પીન્ટુ પાસેથી 20 હજાર, ગજુભા પાસેથી 50 હજાર, તેજસ પાસેથી 80 હજાર, કરન પાસેથી અને મયુર કાઠી પાસેથી 1.50 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા.
આ નવેય વ્યાજખોરોને વ્યાજ સાથે મૂડી ચૂકવી દીધી હોવા છતા ત્રાસ આપી રહ્યા છે અને ચારેક માસ પૂર્વે જ હરપાલસિંહ અને વિપુલસિંહએ હિતેષભાઇ ખત્રીનું અપહરણ કરી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની કાનુની કાર્યવાહી હાથ ધરી છે.