યુવાન ઉપર હુમલો કરનાર ભૂંડ પકડાયું

  • યુવાન ઉપર હુમલો કરનાર ભૂંડ પકડાયું

જામકંડોરણા તા.13
જામકંડોરણા તાલુકાના બોરીયા ગામના ખેડુત યુવક હિતેશકુમાર મથુરભાઈ સાવલીયા તેમના ખેતરમાં આવેલ ભુંડને તગડવા જતાં તેમના ઉપર સોમવારે ભૂંડ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમના સોમવારે મૃત્યું થયું હતું.
આ બનાવની જાણ જામકંડોરણા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતાં ગઈ કાલે સ સાંજથીજ જૂનાગઢ વન વિભાગની રેસ્કયું ટીમ ઘટતા સ્થળે પહોંચી ગઈ હતી.અને આ ભૂંડને પકડવા રેસ્કયું કરી આજે સવારે ફોરેસ્ટ ખાતાની ટીમે ભૂંડને પકડી પાડયું હતું. આ કામગીરીમાં જૂનાગઢ રેસ્કયું ટીમના ડો.વી.વી.અપારનાથી (અમરાપુરગીર),જામકંડોરણાના રેન્જ ફોરેસ્ટ ઓફીસર જે.આર.જાકારણીયા તથા સ્ટાફે ભારે જહેમત બાદ આ ભૂંડને પકડી પાડવામાં આવ્યું હતું.
આજે આ ભૂંડને પકવામાં આવ્યું ત્યારે બોરીયા ગામના ખેડુતો મોટી સંખ્યામાં આખેતરે હાજર હતા.ત્યારે ખેડુતોએ જણાવેલ કે સરકારશ્રી ખેતીને બચાવવા આ ભૂંડના ત્રાસ અંગે સરકારશ્રી આયોજન કરી ખેડુતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લ્યે તેવી માંગ કરી હતી.