આતંકી હુમલાની આશંકાને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ, બંને સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી

  • આતંકી હુમલાની આશંકાને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ, બંને સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી
    આતંકી હુમલાની આશંકાને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ, બંને સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી

કેવડિયાઃ 15મી ઑગસ્ટે દેશના મહત્વના સ્થળો આતંકીઓના નિશાને હોવાના ઈનપુટ મળતા જ દેશભરમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા બંધ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આતંકીઓએ રેકી કરી હોવાની જાણ થતા જ ગુજરાતમાં આંતકી હુમલો થવાની શક્યતાએ સેન્ટ્રલ આઈબીના રિપોર્ટને આધારે રાજ્ય પોલીસ મહાનિર્દેશકની સૂચના પ્રમાણે નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી નર્મદા એસ.પી. અને નર્મદા બટાલિયન SRP ગ્રુપના સેનાપતિની સૂચના આધારે પોલીસ અને SRP જવાનોને ખડેપગે તૈયાર રાખવામાં આવ્યા છે અને સતત પેટ્રોલિંગ સહિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.