ગાંધીનગરઃ ઉન્નાવ દુષ્કર્મ કેસ, પીડિતાની કાર સાથે અકસ્માત કરનારા ડ્રાઈવર-ક્લિનરના આજે નાર્કો ટેસ્ટ નહીં થાય

  • ગાંધીનગરઃ ઉન્નાવ દુષ્કર્મ કેસ, પીડિતાની કાર સાથે અકસ્માત કરનારા ડ્રાઈવર-ક્લિનરના આજે નાર્કો ટેસ્ટ નહીં થાય
    ગાંધીનગરઃ ઉન્નાવ દુષ્કર્મ કેસ, પીડિતાની કાર સાથે અકસ્માત કરનારા ડ્રાઈવર-ક્લિનરના આજે નાર્કો ટેસ્ટ નહીં થાય

ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલા દુષ્કર્મ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માતના બે આરોપી એવા ટ્રક ડ્રાઈવર આશિષ કુમાર પાલ અને ક્લિનર મોહન શ્રીનિવાસનના આજે નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી. જો કે બન્નેના બ્રેઈન મેપિંગ અને ફિંગર પ્રિન્ટ ટેસ્ટ કરવામાં આવશે. આવતીકાલે(14 જુલાઈ) કોર્ટ મુદ્દત હોવાથી બન્ને આરોપીના નાર્કો ટેસ્ટ થઈ શકે તેમ નથી. આ પહેલા ગઈકાલે(12 જુલાઈ)સીબીઆઈ બન્ને આરોપીને ગાંધીનગર FSLમાં લાવી હતી. ત્યાર બાદ સાંજે 6 વાગ્યા સુધી આરોપીઓની પૂછપરછ કરી ગાંધીનગર સિવિલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને 7 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લખનૌ જેલમાં મોકલ્યા હતા.