પાટણ ધારેવાડા ચોકી પર પોલીસે વાહન ચેકિંગ કરતા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સપેકટર ઝડપાયો

  • પાટણ  ધારેવાડા ચોકી પર પોલીસે વાહન ચેકિંગ કરતા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સપેકટર ઝડપાયો
    પાટણ ધારેવાડા ચોકી પર પોલીસે વાહન ચેકિંગ કરતા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સપેકટર ઝડપાયો

પાટણઃ ધારેવાડા ચોકી પર સોમવારે બપોરે પોલીસ વાહન ચેંકિંગ કરતી હતી ત્યારે આઇટેન ગાડી લઇને નીકળેલા શખ્સને રોકતા તેણે પોતાની ઓળખ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે આપી આઇકાર્ડ બતાવ્યું હતું. પોલીસને શંકા જતા પોલીસ વધુ તપાસ કરતા પોલીસની ખોટી ઓળખ આપી હોવાનું જણાવ્યુ હતું અને ચાર આઇકાર્ડ સહિત પોલીસ લખેલું બોર્ડ અને ગાડી જપ્ત કરી તેની અટકાયત કરવામાં આવી હતી. સિદ્વપુર પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમયે અચાનક જ શખ્સને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.