પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવા DGPનું રાજ્ય વ્યાપી આયોજન

  • પોલીસને માનસિક અને શારિરીક રીતે ચુસ્ત બનાવવા DGPનું રાજ્ય વ્યાપી આયોજન

અમદાવાદ: પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. 

રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા પોલીસના માણસો ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક નવા પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. ડી.જી.પી.એ કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં વડાપ્રધાન દ્વારા અપાવામાં આવેલ સુચનને ટાંકી આજરોજ પોલીસ વિભાગના ડી.જી.પી.થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનાને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે.