રાજકોટ રસ્તા પર ભરાયેલા પાણી જોવા 'પાની' સાયકલ પર નીકળ્યાં, RMCએ ખાડાઓમાં ઓઇલનો છંટકાવ કર્યો, સેલરમાંથી પાણી કાઢતા 11 પંપ કબ્જે

  • રાજકોટ રસ્તા પર ભરાયેલા પાણી જોવા 'પાની' સાયકલ પર નીકળ્યાં, RMCએ ખાડાઓમાં ઓઇલનો છંટકાવ કર્યો, સેલરમાંથી પાણી કાઢતા 11 પંપ કબ્જે

રાજકોટ: શહેરમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાયા છે અને પ્રિમોન્સૂલ કામગીરીની પણ પોલ ખૂલી ગઈ છે. તેવામાં આ તમામ પરિસ્થિતીઓથી અવગત થવા માટે ખૂદ રાજકોટ મનપા કમિશ્નર બંછાનીધી પાની વહેલી સવારે એકલા અધિકારીઓને સાથે લીધા વગર જ સાયકલ લઈને નીકળ્યાં હતાં અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. કમિશનર લક્ષ્મીનગરના નાળા પાસે નિદર્શન કરતા જોવા મળ્યાં હતાં. બીજી તરફ તંત્રએ પાણીના ભરાયેલા ખાડામાં ઓઈલનો છંટકાવ શરૂ કર્યો છે અને સેલરમાંથી રસ્તા પર પાણી કાઢતા 11 પંપ કબ્જે કર્યાં છે.
વરસાદના વિરામ બાદ મેલેરિયાનો રોગચાળો અટકાવવા મનપા શહેરમાં જ્યાં પણ પાણી ભરેલા નાના- મોટા ખાડાઓ પડ્યાં છે. તેમાં MLO (મોસ્કયુટો લાર્વીસાઈડ ઓઈલ) બળેલું ઓઈલ, દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દરેક વોર્ડ થઈ નાના મોટા કુલ 335 ખાડાને આવરી લેવા આરોગ્ય શાખાની કૂલ 18 ટીમ બનાવવામાં આવી છે. કમિશનરે જણાવ્યું હતું કે પાણીમાં એનોફિલિસ મચ્છર કે જે મેલેરિયા ફેલાવે છે તે ઈંડા મૂકે છે. ઈંડા મુકવાના 7થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છરની ઉત્પતિ થાય છે. જેથી રોગચાળો ફેલાઈ છે.
શહેરમાં જે-તે આસામીઓ સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા હોવાની જાણ થતાં કમિશનરે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે સેન્ટ્રલ ઝોનમાંથી 8, વેસ્ટ ઝોનમાંથી 2 અને ઈસ્ટ ઝોનમાંથી 1 પંપ સિઝ કર્યો છે. આ રીતે પાણીનાં નિકાલને કારણે રસ્તાઓને ખૂબ જ નુકસાન થાય છે. જેથી નાગરિકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડે છે. તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. આ તમામ બાબબોને ધ્યાને લઈને તંત્રએ 11 પંપ કબ્જે કર્યાં છે.