ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે ભારતની ઊંચી છલાંગ, મેળવ્યું ટોપ-35માં સ્થાન

  • ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે ભારતની ઊંચી છલાંગ, મેળવ્યું ટોપ-35માં સ્થાન

નવી દિલ્હીઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના રિપોર્ટ અનુસાર ભારતે એક મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. વર્લ્ડ ટ્રાવેલ અને ટૂરિઝમ કોમ્પિટિટિવ ઈન્ડેક્સમાં ભારત 6 સ્થાનનો કૂદકો મારીને 34મા સ્થાને પહોંચ્યું છે. આ રિપોર્ટ અનુસાર, 2017ના ટોપ 25 ટકા દેશોની સરખામણીમાં ભારતે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. 

વર્લ્ડ ટ્રાવેલ અને ટૂરિઝમ કોમ્પિટિટવનેસ ઈન્ડેક્સમાં ભારત 40મા સ્થાનથી 34મા સ્થાને પહોંચ્યું છે. દક્ષિણ એશિયામાં ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રે મોટી ભૂમિકા ધરાવતા ભારતે વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કર્યું છે.