અમદાવાદ: વધુ 6 IASની બદલીના આદેશ, અઠવાડીયામાં જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બદલાયા

  • અમદાવાદ: વધુ 6 IASની બદલીના આદેશ, અઠવાડીયામાં જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બદલાયા
    અમદાવાદ: વધુ 6 IASની બદલીના આદેશ, અઠવાડીયામાં જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બદલાયા

અમદાવાદઃ 79 આઈએએસ અધિકારીઓની બદલી બાદ આજે વધુ 6 IASની બદલી કરવામાં આવી છે. એમ.એસ.પટેલને વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા બાદ આ નિમણૂંક રદ કરવામાં આવી છે અને જમીન સુધારણા કમિશનર એન.બી.ઉપાધ્યાયને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે એમ.એસ.પટેલને મ્યુનિસિપલ વહીવટી સચિવ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. આમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.એસ.પટેલ ચાર્જ સાંભળે તે પહેલા જ નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નલિન ઉપાધ્યાયને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અજય ભાદુના ગયા બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે કલેક્ટર શાલિની અગ્રવાલને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ 30 ઓગસ્ટે એમ.એસ.પટેલને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા. પરંતુ એક વીકમાં જ વીએમસીના કમિશનર બદલાયા છે.