રાજ્યમાં સર્વત્ર મેઘમહેરઃ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,

  • રાજ્યમાં સર્વત્ર મેઘમહેરઃ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,
    રાજ્યમાં સર્વત્ર મેઘમહેરઃ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા સતત હેત વરસાવી રહ્યાં છે. ગુરુવારે બપોર બાદ સમગ્ર રાજ્યમાં વરસાદના અહેવાલ મળી રહ્યાં છે. સૌથી વધુ બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો રાજકોટ અને અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં એસ જી હાઇવે, બોપલ, વસ્ત્રોપુર, વેજલપુર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ટ્રાફિકજામ અને પાણી ભરાવા જેવી મુશ્કેલીઓ સર્જાઇ હતી. રાતે 8 વાગ્યાની આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ગુરુવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ પાલનપુર, અણીરગઠ, દાંતામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દૂરગમ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.