સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હેત વરસ્યુ: 10 ઈંચ સુધી મેઘો મહેરબાન

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હેત વરસ્યુ: 10 ઈંચ સુધી મેઘો મહેરબાન
    સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હેત વરસ્યુ: 10 ઈંચ સુધી મેઘો મહેરબાન
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હેત વરસ્યુ: 10 ઈંચ સુધી મેઘો મહેરબાન
    સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક હેત વરસ્યુ: 10 ઈંચ સુધી મેઘો મહેરબાન

રાજકોટ,તા.પ
સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથીજ શરૂ થયેલા છુટાછવાયા વરસાદે બપોરબાદ સાવત્રીકનું સ્વરૂપ લેતા તમામ જીલ્લામાં વ્યાપક વરસાદ થતાં ખેડુતોના જીવમાં જીવ આવ્યો છે. આજે વહેલી સવારે છ વાગ્યાંથી રાત્રે પુરા થતાં આઠ વાગ્યા સુધીમાં હળવા ભારે ઝાપટાથી લઈ છ ઈચ સુધીનો કેટલાક ગામડામાં આઠ ઈચ સુધી વરસાદ વરસી ગયાનાં વાવડ મળી રહ્યાં છે.
તો હજી ત્રણ દિવસ મોટા ભાગનાં સ્થળે હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે જયારે કેટલાક સ્થળે અતિ ભારે કે અતિશય ભારે વરસાદ વરસી જવાની શકયતાં હવામાન વિભાગે દર્શાવી છે.
ચાલુ ચોમાસાની સીજનનાં પ્રારંભ પુર્વે વાયુ વાવાઝોડાની અસર ગીર સોમનાથ જીલ્લામાં અનેક સ્થળે અતિશય ભારે વરસાદ નોધાયા બાદ પ્રથમ આજે ફરીને મેઘરાજાએ સોમનાથ જીલ્લાને ધમરોળી નાંખી અડધાથી આઠ ઈચ સુધી મેહ વરસાવદા આ વિસ્તારનાં તમામ નદી નાળામાં પુર આવવા સાથે નાના મેટા જળાશયોમાં પણ છલકાયા હતા તો જુનાગઢ જીલ્લાને પણ સતત બીજા દિવસે મેઘાએ ધમરોળવાનું ચાલુ રાખતાં અડધાથી ચાર ઈચ વરસાદ વરસી ગયો હતો. જયારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય તમામ જીલ્લામાં દિવસભર મેઘાવી માહોલ વચ્ચે હળવાભારે ઝાપટાથી લઈ કેટલાક સ્થળે ચાર ઈચ સુધી મેહ વરસ્યાના વાવડ મળ્યાં છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં દ્વારકા-પોરબંદર જીલ્લાને બાદ કરતાં મોટા ભાગનાં જીલ્લામાં સરેરાશ વરસાદ થયો છે કે તેની નજીક વરસી જવા સાથે અમુક જીલ્લામાં સરેરાશ કરતાં પણ વધુ વરસાદ વરસી ગયો છે. તો ગયા સવારથી શરૂ થયેલો વરસાદ હજી પણ ચાલુ રહેતા ખુશ-ખુશાલ બની ગયેલા ધરતીપુત્રોમાં હવે જો પાંચ દિવસ વધુ વરસાદ પડશે તો અતિ વૃષ્ટીના ભયથી ચિંતિત પાણીનો પ્રશ્ર્ન તમામ જીલ્લામાં હલ થઈ ગયો છે. જેથી પીવાના કે સિંચાઈના પાણીનો પ્રશ્ર્ન નહિ રહે તે બાબતથી સરકાર હાલ રાહત અનુભવી રહી છે.
આગાહી
હાલમાં અરબી સમુદ્રથી 7-6 કી.મી.ઉપરના ભાગે સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. સાથે જ પશ્ર્ચીમ બંગાળમાં સજાયેલુ લો પ્રેસર હાલ વેલ માર્ક લો પ્રેસરમા પરિવર્તીત થઈ ગયું છે. સાથે જ દક્ષીણ ગુજરાતથી કરાચી સુધીના દરીયાઈ પટ્ટી પર ઓફશોર રૂફ પણ સર્જાયુ છે. આમ એક સાથે ત્રણ સીસ્ટમ અને દરીયામાં રહેલા ચોમાસાનો કરંટ અને સક્રિય ચોમાસુ આ બધા પરિબળો આ સાથે સર્જાતા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહીત રાજયભરમાં ભારે વરસાદ સાથે અમુક સ્થળે અતિશય ભારે 10 થી 14 ઈંચ સુધી વરસાદ વરસી જવાનો સંકેત હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
રાજકોટ
રાજકોટ શહેર જીલ્લામાં ગઈકાલે દિવસભર કાળા ડિબાંગ વાદળા છવાયેલા રહેવા સાથે મધ્યમથી લઈ ચાર ઈચ સુધી વરસાદ થઈ ગયા બાદ રાત્રીનાં સમયે મોટા ભાગે વિરામનો માહોલ હતો બાદ આજે વહેલી સવારથીજ મેઘરાજાએ રાજકોટ શહેરમાં મુકામ કર્યો હતો. ભારે અષાઢી ગહન ધન જેવા માહોલ વચ્ચે દિવસભર અવિરત હળવાભારે ઝાપટા સતત ચાલુ રહ્યા હતા. જેને કારણે શહેરમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો. તો અમુક જીલ્લામાં ઝાપટાથી કેટલાક ગ્રામ્ય પંથકમાં બે ઈચ સુધી મેઘ મહેર થયાનાં વાવડ મળ્યાં છે.
આજે દિવસ ભર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસેલા વરસાદ વચ્ચે વિજળી પડવાથી જામનગરના સચાણા ગામે યુવકનું મોત થયુ હતુ. તો ડેડણ, નજીક મુંજીયાસર ગામે કાચુ મકાન તુટી પડયુ હતુ અને લાલપુરનાં સણોસરા ગામની નદીમાં શાળાએથી ઘરે જતા ત્રણ પિતરાઈ ભાઈ-બહેન એવા બાળકો તણાયા હતા. જેમાં બે ને બચાવી લેવાયા હતા અને એકની લાશ મળી હતી.
ડોળાસા-દોઢ ઈચ
કોડીનાર તાલુકાનાં ડોળાસા અને આજુબાજુના ગામડાઓમાં દીવસ દરમ્યાન ધીમો ધીમો વરસાદ દીનભર ચાલુ રહ્યો હતો. દોઢ ઈચ વરસાદ થયો છે.
ડોળાસાની ચંદ્રભાગા નદીમાં આ વરસાદતી પાણીનો પ્રવાહ ચાલુ થયો છે.
જામનગર
જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે ફરી મેઘો મહેરબાન થયો હોય તેમ દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. અહી દિવસ દરમીયાન પાંચ ઈચ વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે ફલ્લાનાં કંકાવટી ડેમમાં ભારે પાણીની આવક થતાં કંકાવટી હેમ આ સીઝનમાં ચોથી વખત ઓવરફલો થયો હતો.
જામજોધપુરમાં ત્રણ ઈચ
જામજોધપુરમાં મેઘરાજાની બીજા દિવસની પણ પધરામણી બપોર બાદ 3-4પ થી પ વાગ્યા સુધીમાં ગાંજવીજ સાથે ધીમીધારે 3 ઈચ થી વધારે વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદ ચાલું છે. જામજોધપુર ખેતિ આધારીત તાલુકામાં સંતોષકારક વરસાદ થતાં ખેડુતોમાં આનંદ અને હરખ દેખાય રહ્યો છે.
મેદરડામાં અઢી ઈચ
મેદરડા સતત બીજા દિવસે સાંબેલા ધારે એક કલાકમાં ર.પ ઈંચ વરસાદ સવારે 8 કલાક આસપાસ વસાદ ચાલુ થયો હતો. જેને લય પ વાગ્યા સુધીમાં વરસાદ કુલ વરસ્યો હતો. જેને લય રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મેંદરડા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા. તેમજ મેંદરડા નદીમાં નવા નીરની આવક થઈ હતી. તેમજ મેદરડા 4ર ગામને જીવદોરી સમાન માલનકા ડેમમા નવાનીરની આવક થઈ હતી.
માધવપુર ઘેડ માં 2.5 ઈંચ વરસાદ
આજે સવારે 6.30 કલાકે ભારે વરસાદ પડ્યો હતોઆ વરસાદ ફક્ત 30 મિનિટ માં એક ઇંચ જેટલોવરસી ગ્યોહતો ત્યાર બાદ આખા દિવસ દરમ્યાન
1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો સવાર થી સાજધીમા 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
માંગરોળ 3 ઈચ
માંગરોળ સતત બીજા દીવસ વરસાદ થતા નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા, માંગરોળમા આજે સાંજ 6 વાગ્યા સુધીમાં ત્રણ ઈચ જેટલો વરસાદ પડયો, કુલ વરસાદ 602 મી મી થયેલ છે ગઈ કાલે ચાર ઈચ જેટલો વરસાદ થયો હતો, અત્યારે વરસાદ ચાલું છે માંગરોળના નીચા વિસ્તાર વણકરવાસ વિસ્તાર બહારકોટ વિસ્તાર તેમજ માત્રી મંદીર નજીક દેવીપુજક સોસાટીમા ધરોમા પાણી ભરાયા માંગરોળ માં ચારેબાજુ પેશકદમી નાં કારણે પાણીનો નિકાલ બંધ થતાં પાણીના વહેણ બંધ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા..
ગિરગઢડા 3॥ ઈચ
ગિરગઢડા તાલુકાના ધોકડવા ત્થા આજુબાજુ ના વિસ્તારોના ગામડાવો ત્થા જંગલ વિસ્તારમાં માં મેઘો ઓળઘોળ થઈ જતા બે કલાકમાં 75.થી 90.મી.મી વરસાદ ખાબકી જતા શાહી અને રાવલ નદીમાં ઘોડાપુર તાલાળા તાલુકાના માધુપુર ગીરની સરસ્વતી નદીમાં પણ ઘોડાપુર આવી જતાં તાલાળા, ઉના રોડ થોડા સમય માટે બંધ રહ્યો હતો. અને વાહનોની કતારો જોવા મળી રહી હતી. તાલુકો વરસાદકયાં કેટલો વરસાદ
(ઇંચમાં)
તાલાલા 6
જામજોધપુર 3ાાા
લોધીકા 3ાા
માંગરોળ 3ા
જોડિયા 3ા
પડધરી 3
ધ્રોલ 2ાાા
ચોટીલા 2ાાા
સુત્રાપાડા 2ાા
ગોંડલ 2ાા
મુળી 2ાા
ટંકારા 2ા
જામનગર 1
કોટડા સાંગાણી 2
રાણાવાવ 2
થાન 2
મેંદરડા 2
વંથલી 1ાાા
વેરાવળ 1ાાા
ઇખતર 1ાા
માળિયા હાટીના 1ાા
વિસાવદર 1ાા
ધ્રાંગધ્રા 1ાા
જૂનાગઢ 1ા
રાજુલા 1ા
કેશોદ 1ા
ઉપલેટા 1ા
સાયલા 1ા
ખાંભા 1ા
જસદણ 1
ગીરગઢડા 1
હળવદ 1
મોરબી 1
વાંકાનેર 1
રાજકોટ 1
માણાવદર 1
કુતિયાણા 1
ધોરાજી 1
વડિયા 1
કાલાવડ 1
પોરબંદર 1
જેતપુર 0ાાા
ભેસાણ 0ાાા
ગાંધીધામ 0ાાા
વિંછીયા 0ાા
ઉના 0ાા
કલ્યાણપુર 0ાા
માંડવી 0ાા
દસાડા 0ાા