ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો

  • ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
    ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો

નવી દિલ્હીઃ આજે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો દિવસ છે, ભારતના ચંદ્રયાન મિશનનું વિક્રમ લેન્ડર આજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવા જઈ રહ્યું છે ત્યારે આ અનોખી ક્ષણને જોવા માટે સમગ્ર વિશ્વ આતુર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈસરોના અંતરિક્ષ કેન્દ્ર ખાતે આ અનોખી ક્ષણના સાક્ષી બનવાના છે. 

ચંદ્રયાન-2માંથી છુટા પડેલા વિક્રમ લેન્ડરનું 7 સપ્ટેમ્બરના રોજ શનિવારે સવારે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રની સપાટી પર ઉતરાણ (સોફ્ટ લેન્ડિંગ) કરવામાં આવનારું છે. ત્યાર પછી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 કલાકની આસપાસ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે.