ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી

  • ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી
    ચંદ્રયાન-2 ના લેન્ડિંગને બસ ગણતરીના કલાકો બાકી, ISRO ચીફે કહ્યું ટેંશન જેવી કોઇ વાત નથી

નવી દિલ્હી : અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે.


આ ઐતિહાસિક પળનાં થોડા કલાકો પહેલા ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) ચીફ કે. સિવન (K.Sivan) સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, ચંદ્રયાન-2 એવા સ્થળે ઉતરવા જઇ રહ્યું છે, જ્યાં આજ સુધી કોઇ પણ પહોંચી શક્યું નથી. અમે સોફ્ટ લેન્ડિંગ મુદ્દે આશ્વસ્ત છીએ, પરંતુ એક સામાન્ય ઉત્સાહ સાથેનો ઉચાટ હોય તેવો સામાન્ય ઉચાટ છે. અમે ખુબ જ આતુરતાથી રાતની રાહ જોઇ રહ્યા છીએ.