પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર

  • પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર
    પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર

નવી દિલ્હી : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ (Qamar Javed Bajwa) હાલમાં જ યુદ્ધની ડંફાસ મારી હતી. બાજવાનું કહેવું હતું કે, પાકિસ્તાન સેના અંતિમ ગોળી અને અંતિમ શ્વાસ સુધી લડશે. બાજવાની ધમકીનો ઉત્તર પૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે આકરો જવાબ આપ્યો હતો. સિંહે કહ્યું કે, પાકિસ્તાનની સેના કાશ્મીરનાં નામે ભ્રષ્ટાચાર કરે છે. જો કાશ્મીર નહી રહે તો તેમની રોજી છીનવાઇ જશે.


સિંહે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, બાજવા પહેલા પોતાનાં દેશ અને પોતાની સેનાની સ્થિતી જુએ, પછી યુદ્ધની વાત કરે. પાકિસ્તાનને ખાવાના ફાંફા છે અને ઓફીસમાં ખર્ચવા માટેના પૈસા પણ નથી, પરંતુ વાતો મોટી મોટી કરે છે. આતંકવાદીઓની ઘુસણખોરી અંગે સિંહે કહ્યું કે, આવવું તેમનું કામ છે અને જન્નત મોકલવાનું કામ અમારુ છે.