ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો

  • ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો
    ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો
  • ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો
    ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો
  • ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો
    ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો, PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો

નવી દિલ્હી: ચંદ્રયાન-2નો લેન્ડિંગ સમયે ચંદ્રથી 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટ્યો છે. ​​​​​​મોદી ISRO સેન્ટરથી પરત ફર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારતા અને પ્રસંશા કરતા કહ્યું છે કે,‘તમે દેશની મોટી સેવા કરી છે. આ કોઇ નાની સિદ્ધિ નથી. હું તમારી સાથે છું, સમગ્ર દેશ તમારી સાથે છે. તમે દેશની મોટી સેવા કરી છે. આપણી યાત્રા આગળ પણ ચાલુ રહેશે. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન.’ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના ઉતરવાની ઘટનાના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરમાં આવેલા ઈસરોમાં પહોંચ્યા હતા. મોદી સાથે ક્વિઝ જીતનાર સમગ્ર દેશમાંથી 70 બાળકો અને તેમના માતા-પિતાને પણ ઈસરો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મિશનના છેલ્લા કલાકોમાં ઇસરો ચીફ સિવને કહ્યું કે અત્યાર સુધી બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એવું મિશન છે, જેમ કોઇ બાળકને પારણાંમાં રાખ્યો હોય. ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે રાત્રે 1.30થી 2.30 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 5.30થી 6.30 દરમિયાન બહાર આવશે. પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર એક લૂનર ડે (ચંદ્રનો એક દિવસ)માં જ ઘણાં પ્રયોગો કરશે. ચંદ્રનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર હોય છે. જોકે ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવતું ઓર્બિટર એક વર્ષ સુધી આ મિશન પર કામ કરશે. જો લેન્ડર વિક્રમ ચંદ્રની એવી સપાટી પર ઉતરશે જ્યાં 12 ડિગ્રી કરતાં વધુ ઢાળ હોય તો તે ઉંઘુ પડી જાય તેવું જોખમ છે. આ પહેલાં અમેરિકા, ચીન અને રશિયાનું યાન ચંદ્રના બીજા ભાગમાં ઉતરી ચૂક્યા છે. ચંદ્રયાનના લેન્ડિંગ પછી આ ચાર કલાક ખૂબ મહત્વના 01.30થી 01.40 AM ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. તેની સ્પીડ 2000 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. આ ઈસરોના વૈજ્ઞાનિકો માટે ખૂબ પડકાર જનક કામ છે. કારણકે આવું પહેલી વાર થઈ રહ્યું છે જ્યારે કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરશે. 01.55 AM
વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રૂવ પર હાજર 2 ક્રેટર મેંજિનસ-C અને સિંપેલિયસ-Nની વચ્ચે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેની સ્પીડ ઓછી કરવામાં આવશે. અંદાજે 6 કિમી ઉંચાઈથી લેન્ડર 2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી પર ઉતરશે. આ દરમિયાન કુલ 15 મિનિટનો સમય લાગશે. 03.55 AM
ચંદ્ર પર લેન્ડિંગના સમયે અંદાજે 2 કલાક પછી વિક્રમ લેન્ડરનો રેંપ ખુલશે. તેના દ્વારા જ 6 પૈડાવાળું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે. 05.05 AM, 7 સપ્ટેમ્બરની સવારે
પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ ખુલશે. સોલાર પેનલની મદદથી તે ઉર્જા મેળવશે. 5.10 AM: પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી પર14 દિવસ સુધી યાત્રા કરશે. આ દરમિયાન તે 500 મીટરનું અંતર પસાર કરશે. ચંદ્રયાન-2માં કયા કયા હિસ્સા? ચંદ્રયાન-2 ત્રણ હિસ્સામાં મળીને બન્યું છે પહેલું- ઓર્બિટર
બીજું- વિક્રમ લેન્ડર
ત્રીજા- પ્રજ્ઞાન રોવર ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?
ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનો છે. તેની સાથે જ ઓર્બિટર ચંદ્રની સપાટી પર નકશો તૈયાર કરશે. જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની માહિતી મેળવી શકાય. લેન્ડર એ તપાસ કરશે કે, ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરી વિશે માહિતી મેળવશે. ચંદ્રની ધૂળથી સુરક્ષા મહત્વની
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે- ચંદ્રની ધૂળ પણ ચિંતાનો વિષય છે. તે લેન્ડરને કવર કરીને તેની કાર્યપ્રણાલી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તે માટે લેન્ડિંગ દરમિયાન ચાર પ્રક્ષેપક સ્વત: બંધ થઈ જશે. માત્ર એક ચાલુ રહેશે. તેનાથી ધૂળ ઉડવા અને તેના લેન્ડરને કવર કરવાનોનું જોખમ ઓછું થઈ જશે.